મોરબીના ઘુંટુ ગામની સીમમાંથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં આવેલ શ્રીમ સિરામિકના લેબર ક્વાર્ટરની બહારથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના ઘુંટુ ગામની સીમમાં આવેલ શ્રીમ સિરામિકના લેબર ક્વાર્ટરમાં રહેતા નંદકિશોરભાઈ રામપ્રસાદભાઈ સોની (ઉ.વ.૪૧) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૨-૦૯-૨૦૨૩ થી ૧૩-૦૯-૨૦૨૩ સુધીમાં ફરીયાદીનુ હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર મોટરસાયકલ રજીસ્ટર નંબર -GJ-03-HD-9885 કિં રૂ. ૨૫૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાથી ભોગ બનનાર નંદકિશોરભાઈ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.