મોરબી: મોરબીના ઘુંટુ ગામની સીમમાં આવેલ મેટ્રો સિરામિક કારખાનાની દિવાલ માથે પડતા યુવકનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના લગધીરપુર રોડ ઉપર આવેલ મેટ્રો સિરામિકમા રહેતા કરણસિંહ રૂમાલસિંહ પુનીયા ઉ.વ.૩૩ વાળા ઉપર ગત તા.૦૫-૦૭-૨૦૨૩ ના રોજ મેટ્રો સિરામિક કારખાનાની દિવાલ પડતા ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
