મોરબીના ઘુંટુ ગામે તીનપત્તીનો જુગાર રમતા પાંચ પત્તાપ્રેમી ઝડપાયા
મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે હરિનગર સોસાયટી હનુમાનજીના મંદિર વાળી શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘુંટુ ગામે હરિનગર સોસાયટી હનુમાનજીના મંદિર વાળી શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓ દયારામભાઇ શામજીભાઇ સોરીયા ઉવ.૬૨ રહે. ઘુંટુ હરિનગર તા.જી.મોરબી, નરેન્દ્રભાઇ ઉર્ફે નલો અમૃતલાલ પાટડીયા સોની ઉવ.૫૦ રહે. મોરબી લખધીરવાસ આર્ય સમાજ વાળી શેરી જી.મોરબી, અજીતભાઇ મેઘજીભાઇ સોઢા ઉવ.૫૦ રહે.પીપળીયા ગામ રાજીવનગર તા.જી.મોરબી, ઘનશ્યામભાઇ ઉર્ફે હકાભાઇ ડાયભાઇ ગોહિલ ઉવ.૪૦ રહે. માથક મલવાસ તા.હળવદ જી.મોરબી, રાઘવજીભાઇ ભુરાભાઇ પરેચા ઉવ.૬૩ રહે.ઘુંટુ હરિનગર તા.જી.મોરબીવાળાને રોકડ રકમ રૂ.૬૧૧૫૦ નાં મુદ્દામાલ સાથે મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.