મોરબીના ઘુંટુ ગામ પાસે કેરી ગાડીમાં ક્રુરતાપૂર્વક ભરેલા દશ ઘેટાંઓને છોડાવતી પોલીસ
મોરબી હળવદ હાઈવે રોડ ઉપર આવેલ ઘુંટુ ગામના સ્મશાન પાસે એક કેરી ગાડીમાં ક્રુરતાપૂર્વક લઈ જવામાં આવી રહેલા દશ ઘેટાઓને છોડાવી ત્રણ શખ્સો વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તાલુકા પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ ઉમા રેસીડેન્સીમા રહેતા જયદીપભાઇ કીશોરભાઈ ડાવડા (ઉ.વ.૨૪) એ આરોપી નિશારઅહેમદ મહેમુદભાઇ ભટી (ઉ.વ ૨૧) રહે ખાટકીવાડ પાસે મદીના મસ્જીદની બાજુમા તા.જી મોરબી, ઈનુશભાઇ સીંકદરભાઈ ભટી (ઉ.વ ૫૨) રહે ધાંગધ્રા મોચી વાડમા તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર, અકરમભાઇ દાઉદભાઇ ભટી (ઉ.વ ૩૪) રહે ધાંગધ્રા મોચી વાડમા તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગરવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબી તાલુકાના ઘુંટુ ગામના સ્મશાન પાસે આરોપીઓએ પોતાના કબ્જા ભોગવટા વાળી કેરી ગાડી રજીસ્ટર નંબર -જીજે-૧૩-એ.એક્સ-૨૬૪૮ વાળીમા ગેરકાયદેસર રીતે ઘાસચારો કે પાણીની સગવડ વગર ભરેલ ઘેટાં નંગ -૧૦ ક્રુરતાપૂર્વક ભરી લઈ જતા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ઘેટાં છોડાવી આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.