મોરબીના ઘુંટુ ગામે સીએનજી રીક્ષામાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી કરતા એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં પાર્થ હોટલ પાસે નર્મદા કેનાલ પાસે રીક્ષામાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી કરતા એક ઈસમને વિદેશી દારૂના રૂ.૧,૧૯,૬૦૦ ના મુદ્દામાલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં પાર્થ હોટલ પાસે નર્મદા કેનાલ પાસે આરોપી રીયાઝભાઈ રફીકભાઈ પઠાણ (ઉ.વ.૨૦) રહે. ન્યુ રેલવે કોલોની ધક્કાવાળી મેલડી માતાજીની સામે, મોરબી મૂળ ગામ બરવાળા તા.જી. મોરબીવાળાએ પોતાના કબ્જા ભોગવટા વાળી સીએનજી રીક્ષા નંબર – GJ-21-X-8319 કિં રૂ. ૧,૦૦,૦૦૦ વાળીમા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૭૨ કિં રૂ.૧૯,૬૦૦ તથા કુલ કિં રૂ. ૧,૧૯,૬૦૦ ના મુદ્દામાલની હેરાફેરી કરતા આરોપીને રીયાઝભાઈને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.