મોરબી: મોરબીમાં અનેક ઔઘોગિક એકમો દ્વારા કચરો અને કેમિકલ યુક્ત પાણી જ્યાં ત્યાં ફેંકી દેવામાં આવે છે જેના કારણે માનવજીવન અને પ્રકૃતિ જોખમમાં મૂકાય છે તેથી GPCB કડક કાર્યવાહી કરે તેવી પ્રકૃતિપ્રેમીઓની માંગ.
મોરબીમાં ઉધોગોની સાથે સાથે પ્રદૂષણનો પણ હરણફાળ વિકાસ થઈ રહ્યો છે જેનું નુકસાન પ્રાકૃતિક સૌંદર્ય અનેંજીવ તેમજ પશુઓને થઈ રહ્યું છે ત્યારે આજે તંત્રના પાપે મોરબીના ઘુંટુ ગામ નજીક નદિમા કોઈ ઔધોગિક એકમ દ્વારા કેમિકલ યુક્ત પાણી ઠાલવી જતા અનેક માછલીઓનાં મોત નિપજ્યા છે જેના લીધે પ્રકૃતી પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે મોરબીમાં સીરામીક એકમો દિવસે ને દિવસે વધતા જઈ રહ્યા છે ત્યારે અમુક સીરામીક યુનિટો દ્વારા દૂષિત પાણી અને વેસ્ટ ગમે ત્યાં ફેંકી દેવામાં આવે છે જેના માનવ જીવન તેમજ પ્રકૃતિ જોખમમાં મુકાય છે જેમાં આજે ઘુંટુ ગામ નજીક આવુ દૂષિત પાણી કોઈ ઔદ્યોગિક એકમો દ્વારા નદીમા ઠાલવી જતા અનેક માછલીઓ મોત થઈ જતાં પ્રકૃતિ પ્રેમીઓએ કડક કાર્યવાહી કરવા GPCB બોર્ડ પાસે માંગ કરી છે.
