મોરબીના ગ્રીનચોકમાંથી બાઈક ચોરી થયાની ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબીના ગ્રીનચોકમા ચોકસી બ્રધર્સ નામની દુકાન સામેની શેરીમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોંરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી શનાળા રોડ પર આવેલ શીવમ સોસાયટી પી.જી. ક્લોક સોમનાથ ટાવર -૧મા રહેતા નિતેશભાઈ મગનભાઇ ગામી (ઉ.વ.૪૮) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૨-૦૫-૨૦૨૩ ના રોજ સાંજના સાડા પાંચેક થી છએક વાગ્યાના અરસામાં અજાણ્યા આરોપીએ ફરીયાદીનુ બજાજ પ્લેટીના કાળા કલરનું મોટરસાયકલ જેના રજીસ્ટર નં- GJ-03-CD-9664 વાળુ સને ૨૦૦૮ નુ મોડલ જેની આશરે કિ.રૂ.૨૦,૦૦૦/- વાળુ મોટરસાયકલ (જગમ મિલ્કત) પરવાનગી વગર કે સહમતી વગર પાર્ક કરેલ તે જગ્યાએથી ખસેડી ચોરી કરી લઇ ગયો હોવાની ભોગ બનનાર નિતેશભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.