મોરબીના ઇન્દિરાનગરમા જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા
મોરબીના સામાકાંઠે આવેલ ઇન્દીરાનગરમા ખોડીયાર માં ના મંદિર પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઇસમોને રોકડ રૂપિયા ૬૮૦૦ નાં મુદામાલ સાથે સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલ ઇન્દીરાનગરમા ખોડીયાર માં ના મંદિર પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઇસમો દેવરાજભાઇ સોમાભાઇ સનુરા (ઉ.વ.૩૨) રહે. ઇન્દીરાનગર ખોડીયાર માં ના મંદિર પાસે મોરબી, રમેશભાઇ મગનભાઇ વરાણીયા (ઉ.વ.૫૦) રહે. ઇન્દીરાનગર ખોડીયાર માં ના મંદિર પાસે મોરબી, મહેશભાઇ મગનભાઇ વરાણીયા (ઉ.વ.૩૬) રહે. ત્રાજપર ભરવાડ સમાજની વાડી પાછળ મોરબીવાળાને રોકડ રૂપિયા ૬૮૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.