મોરબીના ઇન્દીરાનગરમા જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા
મોરબી: મોરબીના ઇન્દીરાનગરમા મંગલમ જાહેર શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીના ઇન્દીરાનગરમા મંગલમ જાહેર શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો મુકેશભાઇ ગોરધનભાઇ સુરેલા, રોહીતભાઇ કેશુભાઇ કુંવરીયા, રણજીતભાઇ ગજાભાઇ સાતોલા રહે. ત્રણે ઇન્દીરાનગર મંગલમ વિસ્તાર મોરબી-૨ તથા સુનીલભાઇ ગોરધનભાઇ સુરેલા જાતે.કોળી રહે.ત્રાજપર ખારીના નાકા મોરબી-૨વાળાને રોકડ રકમ રૂ.૪૫૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.