મોરબીના જાંબુડીયા ગામે રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું ; 13 જુગારી ઝબ્બે
મોરબી તાલુકાના જાબુડીયા ગામે રહેણાક મકાનમાંથી જુગાર રમતા તેર ઇસમોને રોકડ રકમ મળી કુલ રૂ. ૩,૩૦,૬૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે જુગારની રેઇડ કરતા મોરબી તાલુકાના જાબુડીયા ગામે ધર્મ સિધ્ધિ સોસાયટીમાં કિશોરભાઇ રામજીભાઇ વધોરાના રહેણાક મકાનમાં જુગાર રમતા ફૂલ-૧૩ ઇસમો કિશોરભાઇ રામજીભાઇ વધોરા રહે. નવા જાંબુડીયા ધર્મરીદ્ધી સો.સા. મોરબી, દિલીપભાઇ ચંદુભાઇ નિમાવત રહે. રફાળીયા નિશાળની સામે તા.જી.મોરબી, જીગરભાઇ નટુભાઇ ચૌહાણ રહે.નવા જાંબુડીયા ધર્મરીદ્ધી સો.સા. મોરબી, અશ્વિનભાઇ નટુભાઇ ચૌહાણ રહે.નવા જાંબુડીયા ધર્મરીદ્ધી સો.સા. મોરબી, કિશનભાઈ ગોવિંદભાઈ વાઘેલા રહે ભેરડા તા.વાંકાનેર જી.મોરબી, દિનેશભાઇ રામગણેશભાઇ ગુપ્તા રહે.જાંબુડીયા ધર્મ સિદ્ધિ સો.સા. મોરબી, મહેશભાઈ અશોકભાઈ સોલંકી રહે. જાંબુડીયા મોરબી, દેવેન્દ્રભાઈ ઓમપ્રકાશભાઇ શર્મા રહે.ઇટાલસ સિરામીક માંડલ તા.જી.મોરબી, હિંમતભાઇ પુંજાભાઈ ચાવડા રહે. નવા જાંબુડીયા ધર્મરીની સો.સા. મોરબી, બળવંતભાઇ શામજીભાઈ વાઘેલા રહે.ભેરડા ગામ તા. વાંકાનેર જી.મોરબી, નરેશભાઇ ભરતભાઇ ગોહીલ રહે. રફાળીયા આંબેડકરનગર તા.જી.મોરબી, હરેશભાઇ હમીરભાઇ બેડવા રહે ઠિકરથાડી ગામ તા.વાંકાનેર જી.મોરબી, મનોજભાઇ રામજીભાઈ મકવાણા રહે.વિરપર ગામ તા.વાંકાનેર જી.મોરબીવાળાને રોકડ રૂ. ૧,૪૫,૬૦૦/- તથા ૧૩ મોબાઇલ કી.રૂ ૧,૮૫,૦૦૦/- એમ કુલ રૂ. ૩,૩૦,૬૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપીઓ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ પોલીસ હેડ કોન્સ એ.પી.જાડેજા નાઓ ચલાવી રહેલ છે.
