મોરબીના જલાલચોકમા ઓરડીમાંથી 400લી. દેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો
મોરબીના જલાલચોકમા નાનજી બાપાના મઢ પાસે આવેલ આરોપીની ભાડાની ઓરડીમાંથી દેશી દારૂનો જથ્થો ૪૦૦ લીટર કિં રૂ. ૮૦,૦૦૦ ના મુદામાલ સાથે એક ઈસમને સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસને સંયુક્ત બાતમી મળેલ કે રેહાનભાઈ ઇમરાનભાઈ પલેજા રહે.મોરબી કાલીકાપ્લોટ જલાલચોક વાળો જલાલચોકમાં નાનજી બાપાના મઢ પાસે આવેલ તેની ભાડાની ઓરડીમાં દેશીદારૂ રાખી વેચાણ કરે છે.જે બાતમીના આધારે રેઈડ કરતા રહેણાંક મકાને આરોપી હાજર મળી આવતા તેમજ ઓરડીમાથી દેશી દારૂ લી.૪૦૦ કુલ કિ.રૂ.૮૦,૦૦૦/-ના મુદામાલ મળી આવતા તેમજ મુદામાલ આપનાર ઇસમ શાનબાજ આશીફ મીર રહે.ધાંગધ્રા વાળો નહી મળી આવતા બંને ઈસમો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.