Saturday, April 27, 2024

મોરબીના જાંબુડીયા ગામે કારખાનામાં ટ્રક નીચે આવી જતા યુવકનુ મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં આવેલ માઇક્રો મીનરલ્સ કારખાનામાં ટ્રક રીવર્સ લેતી વખતે ખટાલ સહિત જોટા નીચે આવી જતા યુવકનુ મોત નિપજ્યું હતું.‌ આ બનાવ અંગે યુવકના ભાઇએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકાના વડગાસ ગામે રહેતા લાલજીભાઇ મગનભાઇ દેત્રોજા (ઉ.વ.૪૬) એ આરોપી ટ્રક રજીસ્ટર નંબર-GJ-12-BV- 6380 ના ચાલક ગેલાભાઈ ડાયાલાલ બાયકા (ઉ.વ.૪૨) રહે. પાચાળા વાઢ તા. રાપર જી. કચ્છ વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૭-૦૬-૨૦૨૩ ના રોજ આરોપીએ પોતાના હવાલાનો ટ્રક રજીસ્ટ્રેશન નંબર- GJ-12-BV-6380 વાળો પુર ઝડપે અને માણસોની જીંદગી જોખમાય તેમ પાછળ જોયા વગર બેદરકારીથી ગફલતભરી રીતે બેફીકરાયથી રીવર્સમાં ચલાવી ફરીયાદીના ભાઇ ધીરૂભાઇ મગનભાઇ દેત્રોજા ઠાકોર ઉવ-૪૦ નાઓ ખાટલા ઉપર સુતા હોય તેઓને ખાટલા સહીત હડફેટમાં લઇ ટ્રકના ટાયરના જોટામાં શરીરના પેટથી ઉપરનો ભાગ ચગદી નાંખતા ગંભીર ઇજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકના ભાઈએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૦૪-અ,૨૭૯, એમ.વી.એકટ કલમ -૧૭૭,૧૮૪, મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર