Saturday, August 23, 2025

મોરબીના જાંબુડીયા ગામ નજીક ટ્રકે બાઇકને અડફેટે લેતા ત્રણ ઈજાગ્રસ્ત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના જાંબુડીયા ગામની સીમમાં આવેલ ફીનીકસ સિરામિક કારખાને ટ્રકે બાઇકને અડફેટે લેતા બાઈક સવાર સહીત પાછળ બેઠેલ બે મહીલા મળી ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવ અંગે ભોગ બનનારે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન મથકે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના જાંબુડીયા ગામની સીમમાં આવેલ ફીનીકસ સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા મહેશભાઇ સેકુભાઈ પરમાર (ઉ.વ.૩૩) એ આરોપી ટ્રક કન્ટેનર નં -GJ-12-BX-4200 વાળા ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૧૨-૧૦-૨૦૨૨ ના રોજ સવારના આઠેક વાગ્યાના અરસામાં આરોપીએ પોતાના હવાલા વાળો ટ્રક કન્ટેનર નંબર- GJ-12 -BX- 4200 વાળો આગળ પાછળ સાઇડમા જોયા વગર ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીના હિરો સીડી ડીલક્ષ મોટરસાયકલ ચેસીસ નં. MBLHA7159J4H16606 વાળાને ફરીયાદી તથા તેની પાછળ બેઠેલ બન્ને સાહેદ સહીત ત્રણેયને હડફેટે લઇ સાહેદ સવિતાબેનને કમરના ભાગે તથા બન્ને ગોળાના ભાગે ફ્રેક્ચર જેવી ઇજા કરી તથા પુજાબેનને ડાબા હાથમા ઇજા પહોંચાડી હોવાની ભોગ બનનાર મહેશભાઈએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર