મોરબીના જસમતગઢ ગામની સીમમાંથી ટ્રેક્ટર ચોરીની ફરીયાદ નોંધાઈ 

મોરબી તાલુકાના જશમતગઢ ગામની સીમમાં પાવડીયારી કેનાલ પાસે મેલડી હોટલના કંપાઉન્ડમાથી કોઈ અજાણ્યો ચોર ઈસમ ટ્રેક્ટર ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જશમતગઢ ગામે રહેતા રણછોડભાઈ ભાણાભાઈ પાંચીયા એ આરોપી કોઈ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબી તાલુકાના જશમતગઢ ગામની સીમમાં પાવડીયારી કેનાલ પાસે મેલડી હોટલના કંપાઉન્ડમાથી ફરીયાદીનુ મહિન્દ્ર સ્વરાજ કંપનીનું ટ્રેક્ટર રજીસ્ટર નંબર -જીજે-૩૬-એફ-૯૯૧૩ જેની કિંમત રૂ. ૫,૦૦,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img