Monday, May 12, 2025

મોરબીના જુના મકનસર ગામે નિર્લજ હુમલો છેડતી કરી મહિલા તેમજ તેના પતિ – પુત્રોને એક શખ્સે ધોકા વડે ફટકાર્યા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના જુના મકનસર ગામે એક શખ્સે મહિલાને શાબ્દીક અપમાનીત ટીપ્પણી કરી નિર્લજ હુમલો છેડતી કરતા મહિલાએ શખ્સને ” તારે માં બહેન દિકરી નથી? નું કહેતા આ બાબતનો ખાર રાખી શખ્સ બાઈક લઈ આવી મહિલાના ઘરે જઈ પતિ પત્ની તથા તેના બે પુત્રોને ધોકા વડે ફટકારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જુના મકનસર ગામે રહેતા કાન્તીભાઈ હીરાભાઈ ચાવડા (ઉ.વ.૩૮) એ આરોપી બેરા નામનો માણસ અને બેરાની પત્ની રહે. બંને મકનસર તા. જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૫-૦૭-૨૦૨૩ સાંજના આશરે સાડા આઠેક વાગ્યા વખતે આરોપી બેરા નામના માણસએ ફરીયાદીના પત્નિને શાબ્દીક અપમાનીત ટીપ્પણી કરી નિર્લજ હુમલો છેડતી કરતા ગાયત્રીબેને ‘‘તારે માં બહેન દીકરી નથી? નુ કહેતા આ બાબતનો ખાર રાખી આરોપીઓએ મોટરસાયકલ લઇ ફરીયાદીના ઘર પાસે જઇ ફરીયાદીને તથા તેની પત્નીને ભુંડાબોલી ગાળો દઇ આરોપી બેરાએ ફરીયાદીને ડાબા હાથના કાંડાથી ઉપરના ભાગે લાકડાના ધોકાના ઘા મારી ફેકચરની ઇજા, કરી તેમની પત્નીને જમણા હાથની કોણી પાસે, તેઓના દિકરા આર્યનને ડાબા પગના ઢીંચણના ભાગે, દીકરા યશને ડાબા પગના સાથળના ભાગે લાકડાના ધોકા વડે મુંઢ ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર કાન્તીભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૫૪,૩૨૩,૩૨૫, ૫૦૪, ૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર