મોરબીના કેરાળા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા
મોરબી તાલુકાના કેરાળા (હરીપર) ગામે રહેણાંક મકાનમા તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઇસમોને રોકડા રૂપીયા- ૧,૨૦,૫૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે.
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને સંયુકતમાં બાતમી મળેલ કે, અતુલભાઇ રતિલાલભાઇ વસીયાણી રહે.કેરાળા (હરીપર) તા.જી.મોરબી વાળો પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી તીન પતીનો જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમીના આધારે મોરબી તાલુકાના કેરાળા (હરીપર) ગામે રહેણાંક મકાને રેઇડ કરતા કુલ-03 ઇસમો નિલેષભાઇ નરભેરામભાઇ વિરપરીયા રહે. કેરાળા (હરીપર) તા.જી.મોરબી, નવીનભાઇ ભુરાભાઇ પાંચોટીયા રહે. ભરતનગર તા.જી.મોરબી, જગદીશભાઇ જીવરાજભાઈ ભાલોડીયા રહે. મોરબી વાંકાનેર ને.હા. રોડ વિશાલ ફર્નિયર પાછળ મોરબીવાળાને રોકડ રૂ.૧,૨૦,૫૦૦/-ના મુદામાલ સાથે ઝડપી પાડયા છે જ્યારે અન્ય એક શખ્સ અતુલભાઇ રતિલાલભાઇ વસીયાણી રહે કેરાળા (હરીપર) તા.જી.મોરબીવાળો સ્થળ પર હાજર ન મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગારધારા કલમ-૪,૫ મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.