મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા દાતાઓના સન્માન સાથે લોક સાહિત્યનો કાર્યક્રમ યોજાયો
મોરબી કડવા પાટીદાર કુળદેવી ઉમિયા માતાની અસીમ કૃપાથી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ-મોરબીના ટ્રસ્ટની સ્થાપના ઈ.સ.1977 માં કરવામાં આવેલી. જેમાં આ સંસ્થાના સ્થાપક આર્ય પુરુષો અને સમાજના અન્ય શ્રેષ્ઠીઓના સહયોગથી કન્યા કેળવણી શરૂ કરવામાં આવેલ હતી. જે આજના સમયે એક વટવૃક્ષ બની ગયેલ છે.
આ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક હેતુ માટે શાળા-કૉલેજો પણ શરૂ કરવામાં આવેલ છે. આ સંસ્થાની સ્થાપનાથી કરીને આજ સુધીમાં તમામ સમાજના હજારો દીકરા-દીકરીઓએ શિક્ષણ મેળવ્યું છે. તેમજ પટેલ સમાજની કન્યાઓ માટે છાત્રાલયની સુવિધા ઊભી કરવામાં આવેલ છે. પાટીદાર સમાજના ઉદાર અને દિલેર દાતાઓના સહયોગથી આ ટ્રસ્ટ દ્વારા આરોગ્ય ક્ષેત્રે સાવ નજીવા દરે ઉમા મેડિકલ, ઉમા લેબોરેટરી, ઉમા ક્લિનિક શરૂ કરવામાં આવેલ છે જેનો મોરબી અને આસપાસના વિસ્તારના ગામડાઓના લોકો નાત જાતના ભેદભાવ વગર ખૂબ લાભ ઉઠાવી રહ્યા છે.
સમાજના વ્યવસાયિક ક્ષેત્રે તેજસ્વી વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે જી.પી.એસ.સી.અને યુ.પી.એસ.સી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે પાટીદાર એકેડેમી શરૂ કરવામાં આવેલ છે.
સમય અને સ્થાનિક જરૂરિયાતને ધ્યાને લઇ યુવાનો માટે રોજગારીની તકો ઉપલબ્ધ થાય એવા હેતુથી સ્કિલ ડેવલોપમેન્ટ માટે ઈમ્પોર્ટ-એક્સપોર્ટની બેન્ચ, દિકરીઓ માટે બ્યુટી પાર્લરના વર્ગો ચલાવવામાં આવી રહ્યા છે.
સામાજિક સેવા ક્ષેત્રે સમાજના મધ્યમ અને નિમ્ન વર્ગના પરિવારની સ્થિતિને નજર સમક્ષ રાખીને આ અદ્યતન ઉમા સંસ્કારધામ ખાતે ‘ઉમા આદર્શ લગ્ન’ બેનર હેઠળ આખા વર્ષ દરમિયાન દૈનિક બે લગ્ન થઈ શકે તેવા બે લગ્ન હોલ, 24 રૂમનું અતિથિગૃહ, ઉમા રંગભવન, અન્ય લગ્ન હોલ સહિત ઉમિયા માતાજી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત મોરબીના પાટીદાર શ્રેષ્ઠીઓના અનુદાનથી હાલ અમદાવાદ-ગાંધીનગર જ્યારે શિક્ષણનું મહત્ત્વનું કેન્દ્ર બની રહ્યું છે. ત્યારે મોરબી જિલ્લાની પાટીદારની દીકરીઓ સુવિધા અને સુરક્ષા સાથે અમદાવાદમાં રહીને ઉચ્ચ અભ્યાસ કરી શકે તે હેતુસર 36 (છત્રીસ) રૂમની હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવેલ છે.
સંસ્કાર, શિક્ષણ અને આરોગ્યની આ તમામ સેવાપ્રવૃત્તિઓ માટે જેમની કૃપા,જેમની પ્રેરણા સમાજને સતત મળી રહી છે. જેમને પોતાની પરસેવાની કમાણી માંથી સમાજ માટે ધનરાશી અર્પણ કરેલ છે.એવા 170 જેટલા દાતાઓને ઉમા સંસ્કાર ધામનો ખેસ પહેરાવી સ્મૃતિ ચિહ્નન અર્પણ કરી મહાનુભાવોના વરદ હસ્તે સન્માન કરાયું હતું ત્યારબાદ લોકસાહિત્યકાર મનસુખભાઈ વસોયાએ પોતાની આગવી શૈલીમાં હાલની સામાજિક સમસ્યાઓને હળવી શૈલીમાં રજૂ કરી લોક સાહિત્યનો રસથાળ પિરસ્યો હતો.
ઇન્ડોનેશિયા ખાતે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇજેશનની વર્કીંગ કમિટીની મીટીંગ યોજાયેલ હતી. જે ISO-TC/189 સિરામિક ટાઇલ્સ માટેનુ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇજેશન છે. જેમાં પુરા વિશ્વભર માંથી ૨૯ દેશ સભ્ય છે. તેમાંથી ૨૬ દેશ ના ડેલિગેશન ISO-TC/189 ની મીટીંગમાં હાજર રહેલ. આ વર્કિંગ કમીટી ની મીટીંગ ઇન્ડોનેશિયા ના યોગ્યાકર્તા શહેર માં તા.૧૩/૧૪ નવેમ્બરે આયોજીત થયેલ....
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત તેમજ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર મોરબી દ્વારા સંચાલિત મોરબી જિલ્લા ખેલ મહાકુંભ-2025 અંતર્ગત તારીખ 13-11-2025 ના રોજ મોટા દહીસરા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે તાલુકા કક્ષા ખેલ મહાકુંભનું આયોજન થયેલ.
તાલુકા કક્ષા આ ખેલ મહાકુંભ સ્પર્ધામાં મોડેલ સ્કૂલ- મોટીબરારના વિદ્યાર્થીઓ હોંશભેર સહભાગી બન્યા હતા. આ સ્પર્ધામાં...
10 નવેમ્બર 2025 ના રોજ એક 75 વર્ષના વૃદ્ધ દર્દી આયુષ હોસ્પિટલમાં ડો. સત્યજીતસિંહ જાડેજા સાહેબ ની સારવાર માં દાખલ થયા. જ્યારે દર્દી દાખલ થયા ત્યારે તેમને ખૂબ શ્વાસ ચડવો, પેશાબ આવતો બંધ થય જવો, ગભરામણ થવી જેવી અનેક તકલીફો હતી. આગળ તપાસ કરતા જણાયુ કે દર્દી નું હૃદય...