મોરબીના કાહ્યાજી પ્લોટમાથી બાઈક ચોરી થયાની ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબીના કાહ્યાજી પ્લોટ શેરી નં -૪માથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના કાહ્યાજી પ્લોટ શેરી નં -૪મા રહેતા દિવ્યેશભાઈ રજનીકાંતભાઈ વાઢેર (ઉ.વ.૩૦) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૩-૦૭-૨૦૨૩ થી ૦૪-૦૭-૨૦૨૩ સુધીમાં અજાણ્યા ચોર આરોપીએ ફરીયાદીની માલીકીનુ બજાજ ઓટો એલટીડી કંપનીનું પલ્સર 125 DTS-I મોટર સાયકલ રજીસ્ટર નં.GJ-36-AE-6071 વાળુ સને ૨૦૨૨નું મોડલનું કાળા કલરનું લાલ પટાવાળુ કિ.રૂ. ૮૦૦૦૦/- વાળુ મોટર સાયકલ (જંગમ મિલ્કત) પરવાનગી વગર કે સહમતી વગર પાર્ક કરેલ જાહેર જગ્યાએથી ખસેડી ચોરી કરી લઇ ગયો હતો. આ બનાવ અંગે દિવ્યેશભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૭૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.