મોરબીના કાલિકા પ્લોટમાં આવેલ પરશોતમ ચોકમાંથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબી શહેરમાં બાઈક ચોરીની ઘટનામાં દિવસે ને દિવસે વધારો નોંધાયો રહ્યો છે ત્યારે મોરબીના કાલિકા પ્લોટમાં આવેલ પરશોતમ ચોકમાં શનીદેવના મંદિર બહાર દિવાલ પાસેથી કોઈ અજાણ્યો ચોર ઈસમ યુવકનું બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગરની પાસે ઇન્દિરાનગર હોકળા વિસ્તાર મફતીયાપરામા રહેતા રાજેશભાઈ ગોરધનભાઈ કેરવાડીયા (ઉ.વ.૩૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા ચોર ઇસમે ફરીયાદીનુ હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાઇકલ રજીસ્ટર નં.- જી.જે-૩૬-એ.ડી-૮૨૦૪ વાળુ કાળા કલરનુ લાલ-બ્લુ પટાવાળુ સને-૨૦૨૨ મોડલ જેની કિ.રૂ. ૫૦,૦૦૦/-વાળુ મોટર સાયકલ (જંગમ મિલ્કત) પરવાનગી વગર કે સહમતી વગર પાર્ક કરેલ તે જગ્યાએથી ખસેડી ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.