મોરબીના કાલીકા પ્લોટમાં જુગાર રમતા પાંચ મહીલા સહિત દશ ઝડપાયા
મોરબી: મોરબીના કાલીકા પ્લોટ બાવા અહેમદશાહ મસ્જીદવાળી શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ મહીલા સહિત દશ ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
સર્વેલન્સ સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે મોરબી કાલીકાપ્લોટ બાવાઅહેમદશાહ મસ્જીદવાળી શેરીમા જાહેરમા અમુક ઇસમો જાહેરમા ગંજીપતાના પાના તથા રૂપીયા થી તીનપતી નો હારજીતનો જુગાર રમતા હોય જેથી બાતમીના આધારે રેઇડ કરતા કાલીકાપ્લોટ બાવાઅહેમદશાહ મસ્જીદ વાળી શેરીમાથી જાહેરમા સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા પાંચ મહીલા સહિત દશ ઈસમો રીયાઝભાઇ હનીફભાઇ ચાનીયા, ફારૂકભાઇ હુશેનભાઇ ફલાણી, અબ્દુલા મહેબુબભાઇ આરબ, અસલમભાઇ અમીનભાઇ માજોઠી, અજયભાઇ રમેશભાઇ ભટી, બેનરજીબેન રીયાજભાઇ જુણાચ, જસ્મીનબેન મોહીનભાઇ ચાનીયા, દક્ષાબેન સંજયભાઇ બેલદારા ઓડ, ગુલશનબેન રફીકભાઇ શેખ, ફરીદાબેન અબ્દુલભાઇ અલીમામદભાઇ સુમરા રહે. બધા કાલીકાપ્લોટ મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૨૭,૨૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા જુગાર ધારા કલમ.૧૨ મુજબ આરોપી વિરુધ્ધ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.