મોરબીના ખાડા વિસ્તારમાં જુગાર રમતા બે મહીલા સહીત ત્રણ ઈસમો ઝડપાયા
મોરબી: મોરબી વીસીપરા રેલ્વે સ્ટેશન પાછળ ખાડા વિસ્તાર આલીશ પીરની દરગાહ બાજુમાં તીનપત્તીનો જુગાર રમતા બે મહીલા સહીત ત્રણ ઈસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી વીસીપરા રેલ્વે સ્ટેશન પાછળ ખાડા વિસ્તાર આલીશ પીરની દરગાહ બાજુમાં તીનપત્તીનો જુગાર રમતા બે મહીલા સહીત ત્રણ ઈસમો કિશનભાઇ ધીરુભાઈ સોલંકી, કમુબેન બટુકભાઈ ધનજીભાઈ સોલંકી, મંજુબેન રમેશભાઈ ધનજીભાઈ રહે. બધા મોરબી વીસીપરા રેલ્વે સ્ટેશન પાછળ ખાડા વિસ્તાર આલીશ પીરની દરગાહ બાજુમાં મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૮૫૦ નાં મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.