Sunday, May 25, 2025

મોરબીના ખાખરાળા ગામે રહેણાંક મકાનમાંથી ધોળા દિવસે થયેલ ચોરીમાં ફરીયાદ નોંધાઈ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમાં પોલીસની ધાક ઓસરી ગઈ હોય તેમ લાગી રહ્યું છે ચોરી અને લૂંટના ગુનાઓ તો રાત દરમ્યાન ચાલુ છે પરંતુ હવે તો પોલીસનો જાણે સાવ ભય ન હોય તેમ દિન દહાડે લાખોની ચોરી થઈ રહી છે ત્યારે મોરબી તાલુકાના ખાખરાળા ગામે રહેણાંક મકાનમાંથી ધોળા દિવસે રોકડ તથા સોના ચાંદીના દાગીના સહિત રૂ.૬,૧૪,૫૦૦ ના મતામાંલની ચોરી કરી કોઈ અજાણ્યો ઈસમ લઈ ગયો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખાખરાળા ગામે રહેતા રહીમભાઈ અલીભાઈ સુમરા (ઉ.વ.૩૮) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૪-૧૨-૨૦૨૩ ના સવારના સાત થી બપોરના સાડા ચાર વાગ્યા દરમ્યાન ફરીયાદી તથા સાહેદ ફરીયાદીના ભાઇ મુસ્તાકભાઇ અલીભાઇ સુમરાના રહેણાક મકાનમા કુલ રોકડ રૂ-૪,૬૧,૦૦૦/- તથા સોના ચાંદીનાના અલગ અલગ નાના મોટા દાગીના આશરે કિ.રૂા. ૧,૫૩,૫૦૦/- મળી કુલ રૂા.૬,૧૪,૫૦૦/- ની માલમતાની દિવસ દરમ્યાન રહેણાક મકાનમા પ્રવેશ કરી કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર રહીમભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૮૦,૪૫૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર