મોરબીના ખારચિયા પાસે બાયઝોટીક લાઈફ સાયન્સ ફેક્ટરીમાં ઘોર બેદરકારી ?? ગુંગણામણથી બે શ્રમીકના મોત, બે ગંભીર
મોરબી: મોરબી તાલુકાના ખારચિયા નજીક આવેલ કેમિકલ ફેકટરીમાં ટાંકી સાફ કરતી વખતે ગૂંગળાઈ જતા બે શ્રમીકના મોત નિપજ્યા છે જ્યારે અન્ય બે શ્રમિકની હાલત ગંભીર હોવાથી સારવારમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે તપાસનો હાથ ધરી છે. જ્યારે કારખાનાના માલિકનું આ બાબતે મીડિયા સામે ભેદી મૌન સાધી બેઠા હોય તેમ જણાય રહ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખારચિયા ગામ નજીક આવેલ બાયઝોટીક લાઈફ સાયન્સ નામના કેમિકલના કારખાનામાં ઘોર બેદરકારી સામે આવી છે તેવી વાતો વચ્ચે બાયઝોટીક લાઈફ સાયન્સ ફેક્ટરીમાં ટાંકી સાફ કરતી વેળાએ ચાર શ્રમીકોને ગુંગણામણ થવા પામી હતી જેને કારણે મંગલ સોર (ઉ.વ.૨૦) અને અનંત ઘોસાલ (ઉ.વ.૨૧) એમ બે શ્રમિક યુવકનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય બે શ્રમિકો વિકાસ બાબુભાઈ ડામોર (ઉ.વ૧૯.) તથા અમર સિંઘ સૌર (ઉ.વ.૩૧) નામના શ્રમીકની હાલત ગંભીર હોવાથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
શું માલિક તેમજ સ્ટાફની બેદરકારીના કારણે આવડી મોટી દુર્ઘટના ફેક્ટરીમાં સર્જાય છે? તેવા સવાલો પણ ઉભા થયા છે આ ઘટનામાં બે યુવકોના મોત થયા છે તેથી તે યુવાનના પરીવાર પર આભ ફાટ્યું હોય તેટલું દુઃખ તુટી પડ્યું છે તેમ છતાં કારખાનાના માલિકનું ભેદી મૌન જોવા મળી રહ્યું છે. આ દુર્ઘટના વિશે કારખાનાના માલિક મીડિયા સમક્ષ કંઈ જ બોલવા તૈયાર નથી. જ્યારે આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.