મોરબી: મોરબીના ખોડા પીપર ગામથી પડાણા રોડ ઉપર અડધો કિલોમીટર આગળ ટ્રેક્ટરરે હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું. તેમજ ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર મુકી નાસી ગયો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મુળ મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લાના બીલઝર અજનારીયા ફળીયાના રહેવાસી અને હાલ મોરબીના કોયલી કૃષ્ણનગર ગામની સીમમાં ધનજીભાઇ સવજીભાઈ પનારાની વાડીએ રહેતા અભેસિંહ નવલસિંહ મેડા (ઉ.વ.૩૦) એ આરોપી ટ્રેક્ટર રજીસ્ટર નંબર – GJ-24-K-9084 ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૨૨-૦૯-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે આરોપીએ પોતાના હવાલાનું ટ્રેક્ટર રજીસ્ટ્રેશન નંબર- GJ-24-K-9084 વાળું પુર ઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તેમ બેફીકરાયથી બેદરકારીથી ચલાવી નીકળી ફરીયાદીના સાઢુના દીકરા દીનેશભાઇ જોરસીંગ મેડા ઉવ-૨૨ વાળાને તેઓના હીરો હોન્ડા ડીલક્ષ મોટર સાયકલ રજીસ્ટ્રેશન નંબર- GJ-23-S-1341 વાળા સહીત હડફેટમાં લઇ વાહન અકસ્માત કરી શરીરે મોઢા,દાઢીના તથા ગળાની જમણી બાજુ ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવી વાહન અકસ્માતના બનાવની નજીકના પોલીસ સ્ટેશન ખાતે જાણ નહીં કરી ટ્રેક્ટર રેઢુ મુકી નાશી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના માસાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ IPC- કલમ-૩૦૪ -અ,૨૭૯, MV ACT કલમ- ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી શહેરમાં દારૂબંધી માત્ર નામની રહી છે ત્યારે મોરબીના સામાકાંઠે આવેલ પરશુરામ પોટરી નટરાજ ફાટક પાસેથી વિદેશી દારૂની ૦૪ બોટલ જેની કિંમત રૂપિયા ૪૪૦૦ ના મુદામાલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના...
મોરબીમા ખરાબ રોડ રસ્તા અને વાહનચાલકોની બેદરકારીના કારણે છાશવારે અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે મોરબીના કેનાલ રોડ ઉપર લાડલી પાર્ટી પ્લોટ સામે મહાશક્તિ પાનની દુકાન પાસે રોડ ઉપર આઇસરે હડફેટે લઈ યુવકને ઈજા પહોંચાડી હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ નવજીવન સ્કૂલની...