મોરબીના કોયલી ગામે જુગાર રમતા છ ઇસમો ઝડપાયા
મોરબી: મોરબી તાલુકાના કાસા કોયલી ગામે લગ્ન સમીતી હોલ પાસે ઝાડ નીચે તીનપત્તીનો જુગાર રમતા છ ઇસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના કાસા કોયલી ગામે લગ્ન સમીતી હોલ પાસે ઝાડ નીચે તીનપત્તીનો જુગાર રમતા સાત ઇસમો દિનેશભાઇ પુનાભાઇ ડાંગર રહે. કાસા કોયલી તા.જી મોરબી, ગોવિંદભાઇ હરજીભાઇ પનારા રહે. રામગઢ(કોયલી) તા.જી.મોરબી, પરેશભાઇ દેવાભાઇ રાણીપા રહે. કોયલી તા.જી.મોરબી, શૈલેશભાઇ સવજીભાઇ ઘોડાસરા રહે. ખાનપર તા.જી.મોરબી, પ્રભુભાઇ તળશીભાઇ બાવરવા રહે. રવાપર શ્રધ્ધા-૦૨ સોસાયટી તા.જી.મોરબી, મુકેશભાઇ ધીરૂભાઇ પીપળીયા રહે. નેસડા (ખાનપર) તા.જી. મોરબીવાળાને રોકડ રકમ રૂ.૩૮,૭૦૦ નાં મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.