મોરબીના ક્રષ્નનગર ગામે બોલેરો ગાડીમાંથી ઈંગ્લીશ દારૂની 1368 બોટલ ઝડપાઈ, આરોપી ફરાર
મોરબી: મોરબી તાલુકાના ક્રષ્નનગર ગામની સીમમાં કાચા રસ્તે બોલેરો ગાડીમાંથી ઈંગ્લીશ દારૂની ૧૩૬૮ બોટલો મોરબી તાલુકા પોલીસે પકડી પાડી છે. જ્યારે આરોપી બોલેરો ચાલક ગાડી મુકી નાસી જતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ક્રષ્નનગર ગામની સીમમાં કાચા રસ્તે આરોપીએ ગેરકાયદેસર રીતે પોતાના હવાલાવાળી મહિન્દ્ર બોલેરો વાહન રજીસ્ટર નંબર-GJ-04-AT-3544 કિં રૂ.૩,૦૦,૦૦૦ વાળીમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૩૬૮ કિં રૂ. ૪,૮૯,૦૦૦ મળી કુલ કિં રૂ.૭,૮૯,૦૦૦ નો મુદામાલ મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પરથી ગાડી મુકી નાસી જતા મોરબી તાલુકા પોલીસે બોલેરો ગાડીના ચાલક વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.