ગયકાલે મોરબીના લખધીરપુર નજીક કેનાલમાં કોઈ કારણસર યુપીનો યુવક ડૂબી ગયો હતો આ બનાવ અંગે મોરબી ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી જઈ યુવકને શોધી કાઢવા શોધખોળ હાથ ધરી હતી ત્યારે લખધીરપુર પાસે કેનાલમાં ડૂબી ગયેલ યુવક સાહિલ ખાન (ઉ.વ.૩૦) રહે. ઉતરપ્રદેશવાળા નો મૃતદેહ મચ્છુ -૨ ડેમ પાસેથી મળી આવ્યો છે.
