Monday, October 20, 2025

મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે બોલેરોમા કતલખાને લઇ જવાતા બે બળદ બચાવાયા; ડ્રાઈવર ઝબ્બે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી માળિયા હાઈવે રોડ ઉપર લક્ષ્મીનગર ગામ પાસે રોડ પર બોલેરો ગાડીમાં ક્રુરતાપૂર્વક ભરીને કતલખાને લઇ જવાતા બે બળદોને બચાવી ડ્રાઈવરને ઝડપી પાડી બે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી પોલીસે કાર્યવાહી કરી હતી.

મળતી માહિતી મુજબ મોરબી માળિયા હાઈવે રોડ ઉપર લક્ષ્મીનગર ગામ પાસે રોડ પર આરોપીઓએ પોતાના કબ્જા ભોગવટા વાળા બોલેરો વાહન ગાડી રજીસ્ટર નંબર જીજે-૧૩-એ.ટી-૩૩૫૧ જેની કિંમત રૂપિયા ૩,૦૦,૦૦૦ વાળીમા પાછળ ઠાઠામા બળદો (ગૌ-વંશ) જીવ નંગ -૦૨ કિં રૂ.૨૦૦૦ તથા બંને બળદોને ક્રુરતાપૂર્વક બાંધી કતલખાને અથવા અન્ય હેતુ માટે લઈ જવાના ઇરાદે હેરાફેરી કરતા એક ઈસમ જીવણભાઈ સંતુ માન ઠાકુર (ઉ.વ.૨૫) રહે. શનાળા ગામની સીમમાં આવેલ રાજપર ગૌશાળા સામે ઉપેશભાઈ હીરજીભાઈ પાડલીયાની વાડીમાં મોરબી મૂળ રહે. મધ્યપ્રદેશવાળાને પકડી પાડી તથા અન્ય એક શખ્સ નાસી છુટતા કુલ બે ઈસમો વિરૂદ્ધ રામજીભાઈ શીવાભાઈ મૈયારા દ્વારા પોલીસ ફરીયાદ નોંધાવતા ફરીયાદના આધારે બંને ઇસમો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુજરાત પશુકુરતા અધિનીયમ ૧૯૬૦ ની કલમ-૧૧(૧)(ડી),(ઇ),(એફ),(એચ) તથા પશુઓ પ્રત્યે કૃરતા પ્રતિબંધ અધિનિયમ કલમ- ૫,૬,૮,૯,૧૦ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર