મોરબીના લાતી પ્લોટમાં ઓરડીમાંથી વિદેશી દારૂની 48 બોટલો ઝડપાઈ
મોરબીના લાતી પ્લોટમાં શેરી નં -૦૭ માં આરોપીની ખુલ્લી ઓરડીમાંથી વિદેશી દારૂની ૪૮ બોટલો કિં રૂ. ૨૪૦૦૦ નો મુદામાલ સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના લાતી પ્લોટ શેરી નં -૦૮મા રહેતા આરોપી શાહરૂખ હાજીભાઈ ખોડ એ લાતી પ્લોટ શેરી નં ૦૭ માં પોતાના કબ્જા ભોગવટા વાળી ખુલ્લી ઓરડીમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૪૮ કિં રૂ. ૨૪૦૦૦ નો મુદામાલ રેઇડ દરમ્યાન ઝડપી પાડી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.