Thursday, May 22, 2025

મોરબીના લેબર કોન્ટ્રાક્ટરને હનીટ્રેપમાં ફસાવી નાણાં પડાવનાર ટોળકી ઝડપાઇ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

પાંચેયને રૂરલ એલસીબીએ ટીમો બનાવી ૧૮ લાખની રોકડ, છ મોબાઇલ અને એક કાર સહિત રૂા.૨૧.૭૬ લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટના ત્રણ શખ્સો સહિત પાંચેયની પૂછપરછમાં તેઓએ અન્ય વેપારીઓને ફસાવવા કોલ કર્યાનું ખુલ્યું

મોરબી: સોશિયલ મીડિયા મારફતે વેપારીઓ માલેતુજારને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવતી અસંખ્ય ટોળકીઓ કાર્યરત છે. ત્યારે મોરબીનાં કેનાલ રોડ પર ગંગાદર્શન એપાર્ટમન્ટમાં રહેતા અને સિરામીક કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતાં ભરતભાઈ ભીખાભાઈ કારોલીયા (ઉ.૫૦)એ સુલતાનપુર પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ક્રિષ્ના નામની યુવતી અને તેની સાથેના ચાર અજાણ્યા શખ્સોના નામ આપ્યા હતા. આરોપીઓએ હનીટ્રેપમાં ફસાવી રૂ.૨૩.૫૦ લાખ પડાવી લીધા હતા.

આ બનાવમાં રાજકોટ એલસીબીની ટીમેં એક મહિલા સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી રૂ.૨૧.૭૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, એક મહિના પહેલા યુવતીએ ફરિયાદીને ફોન કર્યો હતો આ વખતે કરિયાદીએ રોંગ નંબર હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ અનેક વખત ફરિયાદી સાથે ફોન પર વાત કરી વેપારીને યુવતીએ પ્રેમજાળમાં ફસાવ્યો હતો. ગત તા.૪ના સવારે ફરિયાદીને ફરી આરોપીએ ફોન કરી ખોડલધામ મંદિરે મળવા માટે બોલાવ્યો હતો. ફરિયાદી વેપારી પોતાની કાર લઈ મોરબીથી ખોડલધામ આવ્યો હતો. આ વખતે આરોપી યુવતીએ તેને થોડીવાર કારમાં બેસાડી બાદમાં યુવતી પણ કારમાં બેસી ગઈ હતી અને કાર ગામડાઓના રસ્તે લઈ જઈ વાડીમાં લઈ ગયો હતો. વાડીમાં યુવતીએ વેપારીને પોતાની સાથે શરીર સંબંધ બાંધવાનું કહ્યું હતું. પરંતુ વેપારીએ ના પાડી હતી. આ વખતે કાવતરાના મુજબ બાઈકમાં ચાર શખ્સો વાડીએ ધસી આવ્યા હતાં. વેપારીને બળાત્કારના ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપી માર માર્યો હતો. તેમજ રૂ. ૨૩.૫૦ લાખ પડાવ્યા હતા. આ બનાવ અંગે વેપારીએ સુલતાનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે કાવતરું ઘડી હનીટ્રેપ અને બળજબરીથી પૈસા પડાવવાઅંગેનો ગુનો નોંધ્યો હતો.

આ મામલે રાજકોટ રૂરલ એલસીબીના પીઆઇ વી.વી. ઓડેદરા, પીએસઆઈ અથ. સી. ગોહિલ, ડી.જી.બડવા, રોહિતભાઈ બકોત્રા, રવિદેવભાઈ બારડ, ભાવેશભાઈ મકવાણા, હિનાબેન પલારિયા અને કૈલાશબા ગોહિલ અને સ્ટાફે હનીટ્રેપમાં ફસાયેલા આરોપીઓ હરેશભાઈ નાનજીભાઇ વાળા(રહે. જુનાગઢ, ગીરનાર દરવાજા, ગણેશનગર શેરી નં -૩ તા.જી. જુનાગઢ), શૈલેશગીરી ઉર્ફે ભાણો રમેશગીરી ગોસાઇ (રહે. રાજકોટ, ચામુંડા સોસાયટી શેરી નં.ર પુનીતનગર જી.ઈ.બી.પાવર હાઉસ સામે, રાજકોટ તા.જી.રાજકોટ, મુળ. ગામ. વિરપુર (જલારામ) તા.જેતપુર જી.રાજકોટ), અતિતભાઈ રાજરતનભાઇ વર્ધન (રહે. રાજકોટ, નવાગામ, સોમનાથ સોસાયટી, રંગીલા સોસાયટી પાસે, રાજકોટ મુળ. ગામ. જીંજુવાડા ગામ તા.પાટડી જી.સુરેન્દ્રનગર), વિક્રમભાઇ ઉર્ફે વીરાભાઇ લીંબાભાઇ તરગટા (રહે. રાજકોટ, ગોડલ રોડ, જકાતનાકા પાછળ, ખોડીયાર નગર, સરકારી સ્કુલની બાજુમા, મુળ. ગામ. તરણેતર તા.થાન જી.સુરેન્દ્રનગર) અને એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. આજે તમામ આરોપીના રિમાન્ડની માંગણી સાથે તેઓને કોર્ટ હવાલે કરવામાં આવશે.

મોરબીના બુકસ્ટોલમાંથી ડિરેક્ટરી મેળવી ઉદ્યોગપતિને કોલ કરી હનીટ્રેપમાં ફસાવતા હતા

હનીટ્રેપમાં આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, મોરબીથી બુક સ્ટોલમાંથી વિસ્તારના ઉધોગપતિ અને વેપારીઓના ટેલીફોન નંબર વાળી ટેલીફોન ડીરેકટરી મેળવી તેમાંથી નંબરો મેળવી મહિલા આરોપી પાસે અલગ અલગ મોબાઈલ નંબરોમાંથી ફોન કરાવી પ્રેમજાળમાં ફસાવી મળવા બોલાવી ભોગબનનારને ડરાવી ધમકાવી ખોટી ફરીયાદ કરવાની ધમકી આપી મોટી રકમ પડાવી લેતા હતા.આ ટોળકીનો ભોગ બનનાર લોકો તુરંત ગોંડલના સુલતાન પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે. આરોપીઓએ અન્ય વેપારીઓને પણ કોલ કર્યાનું તપાસમાં ખુલવા પામ્યું છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર