મોરબીના લાયન્સનગરમાંથી 12 બીયર ટીન સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબીના લાયન્સનગરમા સતનામ એપાર્ટમેન્ટ બાજુમાંથી ૧૨ નંગ બિયર ટીન સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે મોરબીના લાયન્સનગરમા સતનામ એપાર્ટમેન્ટ બાજુમાં બીયર ટીનનુ વેચાણ કરવા એક ઈસમ ઊભો છે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ બીયર ટીન નંગ -૧૨ કિં રૂ.૧૨૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી રાજુ ઉર્ફે રાજેશ ઇતેષભાઈ નાંગહ (ઉ.વ.૨૪) રહે. વાવડી રોડ મીરા પાર્ક, ઉમીયા એપાર્ટમેન્ટ ત્રીજો માળ ૮ મોરબી વાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img