મોરબી: મોરબી તાલુકાના લખધીરનગર નવાગામ ગામે પોતાના ઘરે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ રાહુલભાઇ જયંતિભાઇ દારોદરા ઉ.વ.૨૨ રહે. લગધીરનગર નવાગામ તા.જી. મોરબી વાળો ગત તા.૦૪-૦૪-૨૦૨૪ ના રોજ કોઈપણ કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લેતા યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
