મોરબીના લક્ષ્મીનગર ગામેથી બાઈક ચોરી થયાની ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામના ગેઇટ પાસે આવેલ વિશ્વાસ રોડવેઝ ઓફીસ બહારથી કોઈ અજાણ્યા બે ચોર ઈસમો બાઈક ચોરી કરી લઇ ગયા હોવાની મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લુટાવદર ગામે રહેતા અલ્પેશભાઈ દેવશીભાઇ વેરાના (ઉ.વ.૨૮) એ આરોપી અજાણ્યા બે ચોર ઈસમો વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૧-૧૧-૨૦૨૩ રાત્રીના કોઈ પણ સમયે ફરીયાદીનુ હીરો કંપનીનુ સ્પ્લેન્ડર મોટરસાયકલ રજીસ્ટર નંબર -GJ-36-AG-3411 વાળુ જેની કિંમત રૂ. ૧૫૦૦૦ વાળું સીસીટીવીમા દેખાયેલ કોઈ બે અજાણ્યા ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયા હતા. આ બનાવ અંગે ભોગ બનનાર અલ્પેશભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૭૯,૧૧૪, મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.