Sunday, July 6, 2025

મોરબીના લક્ષ્મીનગર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ ઇસમો ઝડપાયા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા ૬ ઇસમોને રોકડા રૂપીયા-૯૦,૦૦૦/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયા છે.

મોરબી એલ.સી.બી. પોલીસ ના પોલીસ હેડ કોન્સ્ટેબલને બાતમી મળેલ કે, નાથાભાઇ ભુરાભાઇ પટેલ રહે.લક્ષ્મીનગર, રામજીમંદિર પાસે તા.જી.મોરબી વાળા પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી ગેરકાયદેસર રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો રોન પોલીસનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉધરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમીના આધારે મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે આરોપીના રહેણાંક મકાને રેઇડ કરતા કુલ-૦૬ ઇસમો નાથાભાઇ ભુરાભાઇ વીરસોડીયા રહે. લક્ષ્મીનગર રામજીમંદિર પાસે તા.જી.મોરબી, વિઠ્ઠલભાઇ નરશીભાઇ કડીવાર રહે. લક્ષ્મીનગર પારૂલ દવાખાના વાળી શેરી તા.જી.મોરબી, હરજીભાઇ હિરજીભાઇ પટેલ રહે.ઘુંટુ હરિનગર સોસાયટી તા.જી.મોરબી, મહેશભાઇ મોહનભાઇ ભંખોડીયા રહે.લક્ષ્મીનગર રોટરીનગર તા.જી.મોરબી, નવીનભાઇ ભુરાભાઇ પાંચોટીયા રહે.ભરતનગર ઝાંપાપાસે તા.જી.મોરબી, વિપુલભાઇ પુનાભાઇ પરમાર રહે.લક્ષ્મીનગર અનુ.જાતિવાસ તા.જી. મોરબીવાળાને રોકડ રકમ રૂ.૯૦,૦૦૦/- નો મુદામાલ મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર