મોરબીના લાલપર ગામ આવેલ ઇપોઝ કંપનીમાં પ્રેસ મશીનમા માથુ આવી જતા મહિલાનું મોત
મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં જાંબુડીયા પાવર હાઉસ પાછળ આવેલ ઇપોઝ કંપનીમાં પ્રેસ મશીનમા માથુ આવી જતા ગંભીર ઈજાને કારણે મહિલાનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં જાંબુડીયા પાવર હાઉસ પાછળ આવેલ ઇપોઝ કંપનીમાં રહેતા અંજલીદેવી મહેશ સ્વામી (ઉ.વ.-૪૦) રહે.જાંબુડીયા પાવર હાઉસની પાછળ ઇંપોઝ કંપનીમાં બપોર બાર વાગ્યાની આસપાસમાં સાફસફાઇ કરતાં હતાં ત્યારે કોઇ કારણસર પ્રેસ મશીનમાં તેમનું માથુ આવી જતાં મહિલાનું મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.