મોરબીના લાલબાગ સેવા સદનમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ મુદ્દે તંત્ર પર આમ આદમી પાર્ટીના આકારા પ્રહાર
મોરબી લાલબાગ સેવા સદનમાં કરોડો રૂપિયાના વહીવટ અને નોંધણી થતી હોવા છતાં સેવાસદનમાં પાયાની સુવિધાઓના અભાવ મુદ્દે મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીના મહામંત્રી પંકજભાઈ આદ્રોજાએ તંત્ર પર આક્ષેપો કરી આકરા પ્રહારો કર્યા હતા.
આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા દ્વારા તંત્ર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં આવેલ લાલબાગમાં સેવાસદનમાં દર મહિને લાખો કરોડો રૂપિયાનો વહીવટ અને નોંધણી થાય છે એ જ કચેરીમાં પાયાની જરૂરી સુવિધાઓ નથી નથી મળી રહી જેમ કે
૧.ટોયલેટ, મુતરણીની સુવ્યવસ્થા નથી અને આ ઉનાળા સારા પીવાના પાણીની સુવિધા નથી. જ્યારે અધિકારીની કચેરીમાં મિનરલ વોટરના જગ આવે છે.
૨.લાલ બાગ સેવા સદન ન પૂરા પટાંગણમાં એકપણ સીસીટીવી કેમેરાની સુવિધા નથી. આવારા, લૂખા, ગુંડા તત્વો દ્વારા કોઈ જાતની ચોરી, સરકારી રેકોર્ડ કે જાહેર મિલકતને નુકશાન કરશે છે તો એનો જવાબદાર કોણ?
3.જ્યારે કોઈ અજાણ કે અભણ માણસ આ કચેરીમાં જાય ત્યારે ને દરેક ઓફિસના દરવાજા બંધ જોવા મળે છે. જેથી કોઈને ખબર ન પડે અંદર કોઈ છે કે નહીં તો આ અધિકારીઓને શું વાંધો હશે દરવાજો ખુલ્લો હોય તો..?
4.આ કચેરીમાં કોઈ પણ જાતની માહિતી નોટિસ બોર્ડ નથી કે ક્યાં રૂમમાં કઈ કામગીરી થઈ છે. તો દરેક ફ્લોર પર, રૂમ નંબર સાથે, એ રૂમમાં થતી કામગીરીની વિગત લખીને બોર્ડ લાગવા. જેથી અરજદારને પડતી મુશ્કેલી ઓછી થાય.
5.અરજદારને બેસવા માટે બેસવા માટે બાંકડા નથી.
6.બંધ પડેલ હાલતમાં સરકારી ગાડીઓ પડી છે.
7.આજ કચેરીઓમાં કેટલાય રૂમમાં બારીઓ પણ તૂટી ગયેલી છે.
8.કંપાઉન્ડની અંદર બાવળનું સામ્રાજ્ય ઊભા છે. તો બરોબર સફાઈ કરીને સારા વૃક્ષોનું રોપણ કરી શકાય છતાં તંત્ર દ્વારા નજરઅંદાજ કરવામાં આવે છે.
9.જો દિવસે કોઈ અરજદાર અધિકારીની કચેરીમાં પૂછ્યા વિના જતા રે ને તો એના પર કેટલીય ફિલોસોફી કરે અને પાવર બતાવે આ એ જ કચેરી માં રાતે કોઈ પણ જાત ની સિક્યુરિટી નથી. તો એવા અધિકારી ને પાવર કરવો હોય ને તો રાત્રે સિક્યુરિટી ની માંગ એના ઉચ્ચ અધિકારી પાસે કરે નય કે અભણ,ગરીબ, અરજદાર પર.
આ તમામ સુવિધાઓ નો અભાવ હોવાથી સેવા સદન એક બીસ્માર હાલતમાં હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આ બધા મુદ્દાઓ ને તંત્ર અને જવાબદાર અધિકારીઓ તાત્કાલિક ના ધોરણે ધ્યાનમાંમાં લઈને જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગ કરવામાં આવી છે. અને જો તંત્ર દ્વારા નજરઅંદાજ કરવામાં આવશે તો આ પ્રાથમીક સુવિધાઓ ના નામે ભષ્ટ્રાચાર થતો હોય તેવી શંકા વ્યક્ત કરાશે.