મોરબીના લાલપર ગામે પાવર હાઉસ નજીક યુવકની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા
મોરબી: મોરબી તાલુકાના લાલપર ગામે પાવર હાઉસ પાછળ ઇપોસ સીરામીક કારખાનાની મજુર કોલોની પાછળ કોઈ અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે યુવકની હત્યા નિપજાવી હતી. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લાલપર ગામે પાવર હાઉસ પાછળ ઇપોસ સીરામીક કારખાનાના લેબર ક્વાટ્રાસમા રહેતા લખનભાઇ માગેયાભાઈ બારી (ઉ.વ.૧૯) એ આરોપી અજાણ્યા ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૧-૦૭-૨૦૨૩ થી ૧૨-૦૭-૨૦૨૩ વચ્ચે કોઈપણ વખતે ફરિયાદી સાથે કામ કરતા મ સોનાતનભાઇ જાપનભાઇ કાઇકા ઉવ.૧૯ રહે. હાલ ઇપોસ સીરામીક કારખાનાના લેબર ક્વાટ્રસ લાલપર તા.જી.મોરબી વાળાને તાવ આવેલ હોય જેથી મજુરી કામે ગયેલ ન હોય અને તે કોલોનીમાથી બહાર ગયેલ હોય તે દરમ્યાન રાત્રિના દોઢેક વાગ્યા પહેલા કોઇ અજાણ્યા માણસએ કોઇ કારણોસર સોનાતનભાઇને તીક્ષ્ણ હથિયાર વડે માથામા તથા કપાળના ભાગે ગંભીર ઇજા કરી મોત નિપજાવી નાસી ગયો હતો. આ બનાવ અંગે લખનભાઇએ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૦૨ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.