મોરબીના લાલપર ગામે યુવક અને તેના મિત્ર પર ચાર શખ્સોનો છરી અને લોખંડના પાઈપ વડે હુમલો
મોરબી: મોરબી તાલુકાના લાલપર ગામના બસ સ્ટેશનની બાજુમાં નાસ્તાની લારીએ એક શખ્સ આવી નાસ્તાની લારીવાળા સાથે બોલાચાલી કરતા યુવક તથા તેનો મિત્ર સમજાવતા ચારે શખ્સોએ મળી યુવક તથા તેના મિત્ર પર તલવાર અને લોખંડના પાઇપ વડે હુમલો કરી મુંઢ ઈજાઓ કરી હતી. તેમજ જાતી પ્રત્યે હડધૂત કર્યા હોવાની ભોગ બનનાર યુવકે આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠે સીલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા દીનેશભાઈ પાલાભાઈ રાઠોડ (ઉ.વ.૨૧) એ આરોપી ભગીરથસિંહ ચુડાસમા રહે. મોરબી તથા અન્ય ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૭-૦૭-૨૦૨૩ ના બપોરના એક વાગ્યાના અરસામાં ફરીયાદી તથા હમીરભાઇ બન્ને લાલપર નાસ્તાની લારીએ બેઠા હતા દરમ્યાન આરોપી ભગીરથસિંહ નાસ્તાની લારી વાળા સાથે બોલાચાલી કરતા ફરીયાદી તથા સાહેદ આરોપી ભગીરથસિંહ તથા તેની સાથે ના શખ્સને સમજાવતા આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી જાહેરમા જાતિ પ્રત્યે હળધુત કરી સાહેદ હમીરભાઇને ગાળો આપી બોલાચાલી કરી ફરીયાદીને આરોપી અજાણ્યા શખ્સે લોખંડનો પાઇપ પેટના તથા વાસાના ભાગે મારી મુંઢ ઇજા કરી તથા આરોપી અજાણ્યો શખ્સ તથા અજાણ્યા માણસે માથાના તથા ગળાના ભાગે ઢીકા પાટુનો માર મારી મુંઢ ઇજા કરી તેમજ સાહેદ હમીરભાઇને આરોપી ભગીરથસિંહે ડાબા હાથમા છરીથી ઇજા કરી તેમજ આરોપી અજાણ્યા શખ્સે હાથમા તથા વાસામા પાઇપ વડે મારમારી મુંઢ ઇજા કરી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર દિનેશભાઇએ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
