મોરબીના લાતી પ્લોટમાં બે પરીવાર વચ્ચે લોહીયાળ જંગ થતા સામસામે ફરીયાદ નોંધાઈ
મોરબીના લાતી પ્લોટ જોન્સનગર વિસ્તારમાં બે પરિવાર વચ્ચે છોકરી છેડતી બાબતે ઝઘડો થતા ઝઘડાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું બંને પરિવારો એકબીજા છરી, તલાવર વડે તુટી પડતાં બંને પક્ષોના વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા અને ત્યારબાદ બંને પક્ષો દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ મોરબીના લાતી પ્લોટમાં શેરી નં -૧૦ જોન્સનગરમા રહેતા મુસ્તાક કાસમભાઈ સંધવાણી (ઉ.વ.૨૮) એ આરોપી મહંમદ કાસમભાઇ થઇમ , મહેબુબ કાસમભાઇ થઇમ, કાસમભાઇ ખમીશાભાઇ થઇમ, જલાબેન કાસમભાઇ થઇમ રહે. બધા-લાતી પ્લોટ, જોન્સનગર, મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આજથી આશરે પાંચેક મહીના પહેલા આરોપી મહમદએ ફરીયાદી મની બહેનની છેડતી કરેલ હોવાથી જે-તે સમયે આરોપીઓ સાથે માથાકુટ થયેલ હતી. જેમા તેઓને ઘરમેળે સમાધાન થયેલ હતુ જેનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદીના ઘર પાસે આવી, આરોપીઓએ ફરીયાદીના પિતાજી કાસમભાઇ સંઘવાણીને મારી નાખવાના ઇરાદે માંથામાં તલવાર ઘા મારી ગંભીર ઇજા કરી તથા ફરીયાદીના ભાઇ અસ્લમને છરીના ઘા મારી ગંભીર ઇજા કરી તેમજ આરોપી કાસમભાઇ થઇમ તથા જલાબેન થઇમ એ છુટા પથ્થરના ઘા મારી, ફરીયાદીને તથા ફરીયાદીના મમ્મી ફાતમાબેનને શરીરે મુંઢ ઇજા કરી, ભુંડી ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.
જ્યારે સામા પક્ષે મોરબીના લાતી પ્લોટ શેરી નં -૦૮મા રહેતા મહમદભાઈ કાસમભાઈ થૈયમ (ઉ.વ.૧૮) એ આરોપી મુસ્તાક ઉર્ફે ડાડો કાસમ સંધવાણી, અસ્લમ કાસમ સંધવાણી, કાસમભાઇ સંધવાણી બધા રહે. જોન્સનગર શેરી નં-૦૭,ઢાળિયો ચડતા, મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આજથી ચારેક વર્ષ પહેલા ફરીયાદીને આરોપીની દિકરી સાથે પ્રેમ સબંધ હોય જે વાતનો ખાર રાખી રાત્રીના સાડા દશેક વાગ્યાના અરસામા આરોપી મુસ્તાકએ ફરીયાદી સાથે જગડો શરૂ કરેલ હોય બાદ બીજા આરોપીઓ ત્યા આવી જતા ફરીયાદીનો ભાઇ મહેબુબ ફરીયાદીને છોડાવવા વચ્ચે પડતા ફરીયાદીના ભાઇ મહેબુબને આરોપીઓએ સાથે મળી ફરીયાદીના ભાઇને મારી નાખવાના ઈરાદે માર મારતા ફરીના ભાઇને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી છુટી કાંચની બોટલો તથા પથ્થરો મારી ઇજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.
બંને પક્ષો દ્વારા મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ મુજબનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.