Sunday, May 31, 2026

મોરબીના લાતી પ્લોટમાં ગોડાઉનમાંથી ઇંગ્લીશ દારૂની 60 બોટલો સાથે એક ઝડપાયો 

મોરબી: મોરબીના લાતી પ્લોટ શેરી નં-૦૫/૦૪ ખાતે આવેલ ગોડાઉનમાંથી ઇંગ્લીશ દારૂ/વોડકાની બોટલો નંગ – ૬૦ કી. રૂ. ૪૪,૧૬૦/- ના મુદામાલ સાથે એક ઈસમને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.

મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ પ્રોહીબીશન અંગેની કાર્યવાહી કરવા કાર્યરત હતા તે દરમ્યાન એલ.સી.બી. સ્ટાફને સયુંકતમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, સાગરભાઇ મગનભાઇ પટેલ રહે. મોરબી વાવડી રોડ, મીરાપાર્ક વાળાએ મોરબી લાતી પ્લોટ શેરી નં-૫-૪ ની વચ્ચે ટેલીફોન એક્ષચેન્જની પાછળ ગોડાઉન ભાડેથી રાખી તેમાં પેપરકપ રાખી તેની સાથે ગેરકાયદેસર રીતે ઇંગ્લીશ દારૂનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે સંતાડી રાખી તેનુ છુટક વેચાણ કરેલ છે. જે બાતમીના આધારે લાતી પ્લોટ શેરી નં-૦૫/૦૪ માં આવેલ ગોડાઉનમાં રેઇડ કરતા ગોડાઉનમાંથી ગેરકાયદેસર રીતે પરપ્રાંતમાંથી મંગાવેલ ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ વોડકાની બોટલો નંગ- ૬૦ કિ.રૂ. ૪૪,૧૬૦/- નો મુદામાલ સાથે બાતમી વાળો ઇસમ સાગરભાઇ મગનભાઇ પટેલ રહે. મોરબી વાવડી રોડ, મીરાપાર્ક વાળો મળી આવતા તેના વિરૂધ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img