Sunday, May 31, 2026

મોરબીની કુબેરધાર ઉપર કારમાંથી ઈંગ્લીશ દારૂની 168 બોટલો સાથે બે ઝડપાયાં, એક ફરાર

મોરબી: મોરબીના સામા કાંઠે કુબેરધાર ઉપર આવેલ સુરાપુરા ડાડાના ડેરી પાસેના ભાગે ખુલ્લા પ્લોટમાંથી સ્વિફટ કારમાંથી ઈંગ્લીશ દારૂની ૧૬૮ બોટલો સાથે બે ઈસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનના સુપરવિઝન હેઠળ પોલીસ કોન્સ્ટેબલને ખાનગી રાહે બાતમી મળેલ જેના આધારે કુબેરધાર ઉપર આવેલ સુરાપુરા ડાડાના ડેરી પાસેના ભાગે ખુલ્લા પ્લોટમાં મોરબી-૨ ખાતે સ્વિફટ કાર રજીસ્ટર નંબર GJ-36- AF-4297 કી.રૂ.૫,૦૦,૦૦૦/- વાળીમાથી તથા બાવળની કાંટમામાથી ભારતીય બનાવટની વિદેશી ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૧૬૮ કિ.રૂ.૬૩,૦૦૦/- સાથે આરોપી રવિભાઇ મનુભાઇ રાવા ઉવ.રર રહે.વીસીપરા બાલાહનુમાન મંદિર પાસે મોરબી તથા ભાતિકભાઇ રાજુભાઇ ચૈાહાણ ઉવ.૨૨ રહે. કુબેરટોકીઝ પાછળ મફતીયાપરા ઢાળ પાસે મોરબી વાળાને પકડી પાડેલ તેમજ તેમજ આરોપી હિતેષ ઉર્ફે વિપુલ ઉર્ફે ટકો રાજુભાઇ મુંધવા નાઓ પોતાના હવાલાવાળી બ્લેકલરની સ્વિફટ કાર લઇ સ્થળ પરથી રેઇડ દરમ્યાન નાશી ગયેલ હોય તમામ આરોપી વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી કરેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img