મોરબી: મોરબીના લીલાપર રોડ ચાર માળિયા પાછળ ખડીયાના નાકેથી યુવકની લાશ મળી આવી હતી.
મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ સરકારી આવાસ યોજનાના મકાનમા રહેતા સંજયભાઇ રમેશભાઈ કુંઢીયા ઉ.વ.૩૨વાળા કોઈ બીમારી સબબ મરણ જતા મૃત્યુ પામેલ યુવકની લાશ મોરબી લીલાપર રોડ ચાર માળિયા પાછળ ખડીયાના નાકેથી મળી આવી હતી. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
