મોરબીના લીલાપર રોડ પરથી ચોરાવ બાઈક સાથે એક ઈસમ ઝડપાયો
મોરબીના લીલાપર રોડ પર સ્મશાન નજીકથી ચોરાવ બાઈક સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સિટી એ ડીવીઝન પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોરીમા ગયેલ હિરો હોન્ડા મોટરસાયકલ સાથે એક આરોપી મોરબી લીલાપર રોડ સ્મશાન પાસે થી મળી આવતા તેને ચેક કરતા આરોપી પાસે મોટરસાયકલ ના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા હિરોહોન્ડા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ કલમ.૩૦૩(૨) મુજબનુ ચોરીનુ હોવાનુ જણાતા આરોપી જુસબભાઇ હાસમભાઇ મામદભાઇ ભટી (ઉ.વ.૨૧) રહે. રેલ્વેસ્ટેશન પાછળ ખાડામાં રોહીદાસપરાની બાજુમા મોરબીવાળાની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.