મોરબીના મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે ઓફિસમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા
મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે લઝરીયર્સ એપાર્ટમેન્ટમાં ચોથા માળે ઓફિસ નં-૪૨૯ માં જુગાર રમતા છ ઈસમોને રોકડ રકમ રૂપિયા ૧,૦૪,૦૦૦ મુદ્દામાલ સાથે સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી સિટી બી ડિવિઝન પોલીસને ખાનગી રાહે બાતમીના આધારે મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે લઝરીયર્સ એપાર્ટમેન્ટમાં ચોથા માળે ઓફિસ નં-૪૨૯ માં રેઇડ કરી જુગાર રમતા કુલ છ ઈસમો જયદીપ પટેલ, પ્રથમભાઇ દેવાયતભાઇ ખાડેખા, રહે.શ્રીરામ પાર્ક સમજુબા સ્કુલની સામે નાની વાવડી ગામ તા.જી.મોરબી, જયભાઇ રાજુભાઇ કાંજીયા, રહે, ગોકુલ એપાર્ટમેન્ટ બ્લોક નં.૨૦૧ પંચાસર રોડ મોરબી 3, દિપભાઇ કમ્લેશભાઇ કાંજીયા, રહે, નવજીવન સોસાયટી બ્લોક નં.૨૦૪ આપાલ રોડ મોરબી, સાવનભાઈ પટેલ, યશભાઈ રમેશભાઇ પટેલ રહે.રામકો બંગ્લોઝ બ્લોક નં.૫૦૧ લીલાપર રોડ મોરબીવાળાને રોકડ ૧,૦૪,૦૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.