મોરબીના મહેન્દ્રપરા થી પંચાસર રોડ પર CCTV કેમેરા તથા લાઈટો નાખાવા સામાજિક કાર્યકરોની માંગ
મોરબીમાં મહેન્દ્રપરા થી પંચાસર રોડનો વિકાસ ડબલ પટ્ટીમાં પુર્ણ કરેલ છે જે સારી વાત છે. આ રોડ ઉપર અનેક સોસાયટીઓ આવેલ છે. પરંતુ આ રોડ ત્યાં વચ્ચે લાઇટો નથી તેથી અંધાર પટ છે અને સી.સી.ટી.વી. કેમેરા નથી જેથી સલામતી સુવિધાઓ માટે રોડ પર સી.સી.ટી.વી. કેમેરા અને લાઈટો નાખવા સામાજિક કાર્યકરોએ મોરબી જિલ્લા કલેકટર અને કમીશ્નરને લેખિત રજૂઆત કરી છે.
મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ, ગીરીશભાઈ છબીલભાઈ કોટેચાએ રજુઆતમાં જણાવ્યું છે કે મોરબીના મહેન્દ્રપરા થી પંચાસર રોડ નવો બનાવવા માટે તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો મ. અને આ રોડ પર સી.સી.ટી.વી. કેમરા નથી અને વચ્ચે લાઈટો નથી તેમજ આ રોડ પર લુંટફાટની ઘટનાઓ પણ બનતી હોય છે અને આવારા તત્વો રોડ પર ફરતા હોય છે જેથી કોઈ બહેન દિકરીઓ અહિંથી નીકળી નથી શક્તી. જેથી મહેન્દ્રપરા થી પંચાસર રોડ પર મહાનગરપાલિકા દ્વારા નવા થાંભલા, સ્ટ્રીટ લાઈટો અને સી.સી.ટી.વી કેમરા નાખવામાં આવે તેવી માંગ કરી છે. જો આ રોડ પર લાઈટો અને કેમેરા નાખવામાં આવે તો રાત્રીના સમયે લોકો અને વાહનચાલકો માટે સલામતી સુનિશ્ચિત થઈ શકશે અને આ પ્રકારની વ્યવસ્થા થી અકસ્માત અને અનિચ્છનીય ઘટનાઓ ટાળવામા મદદ મળશે જેથી આ બાબતે સામાજિક કાર્યકરો અને સ્થાનિક રહીશો તેમજ દુકાનદારો દ્વારા કલેકટરને અને કમીશ્નરને તાત્કાલિક કાર્યવાહી કરવા રજુઆત કરી છે.