મોરબીના મચ્છોનગર ગામે જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા
મોરબી: મોરબી તાલુકાના રફાળેશ્વરના મચ્છોનગર ગામે શક્તિ પાનની દુકાન પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વરના મચ્છોનગર ગામે શક્તિ પાનની દુકાન પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો અર્જુનભાઇ સતાભાઇ પાંચીયા ઉવ ૩૦, મનુભાઇ ચોથાભાઇ ટોયટા ઉ.વ.૪૫, લાભુભાઇ રૂડાભાઇ સરૈયા ઉ.વ.૨૫, રણજીતભાઇ જલાભાઇ ટોયટા ઉ.વ.૨૨, સંજયભાઇ માવજીભાઇ વાધેલા ઉ.વ.૩૫ રહે બધા રફાળેશ્વર, મચ્છોનગર તા.જી. મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૦,૦૫૦ નાં મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.