મોરબીના મફતીયાપરામાથી વિદેશી દારૂની દશ બોટલ સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબીના સામા કાંઠે સર્કીટ હાઉસ સામે મફતીયાપરામા આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની દશ બોટલ સાથે એક ઈસમને મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક ઈસમ સ્થળ હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠે સર્કીટ હાઉસ સામે મફતીયાપરામા રહેતા આરોપીના નિલેષ પ્રકાશભાઇ જોબનપુત્રા (ઉ.વ.૨૩) એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ -૧૦ તથા મોબાઇલ ફોન નંગ -૦૧ કિં રૂ.૫૦૦૦ મળી કુલ કિં રૂ. ૧૪૮૫૦ ના મુદ્દામાલ સાથે આરોપીને મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક ઈસમ વસીમ યુનુસભાઈ પલેજા રહે. કાંતિનગર મોરબીવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.