Wednesday, May 14, 2025

મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે L.N.T કંપનીએ નાખેલ 200 મી. કેબલની ચોરી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે નવા બંધાતા બ્રીજ નીચે સરકારી કચેરીના એલ.એન.ટી. કંપની દ્વારા નાખેલ એન.એફ.ઓ.એફ.સી. (કેબલ) આશરે ૨૦૦ મીટર કિં રૂ. ૧૪,૦૦૦ તથા તેની સાથે જોઈન્ટ ક્લોઝર કિં રૂ.૨૦૦૦ મળી કુલ કિં રૂ.૧૬૦૦૦ ના મુદ્દામાલની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ નોકરી – ૧૧૪ નેટવર્ક સિગંલ કંપની પીન નં.૯૧૭૮૧૧ સી/ઓ ૫૬ APO અમદાવાદ મૂળ યુનીટ – ૧૧ નેટવર્ક સિગંલ રેજીમેટ જોધપુરમા નોકરી કરતા અરવિંદસિંગ કરણસિંગ લોધી (ઉ.વ. ૩૭) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની સરકારી કચેરીના એલ.એન.ટી. કંપની દ્રારા નાખેલ એન.એફ.એસ.ઓ.એફ.સી. (કેબલ) આશરે મીટર ૨૦૦ જેની કિ.રૂ.૧૪,૦૦૦/- તથા તેની સાથે લાગેલ જોઇન્ટ ક્લોઝર જેની કિ.રૂ.૨૦૦૦/- જેની કુલ્લ કિ.રૂ.૧૬,૦૦૦/- ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર