મોરબીના મહેન્દ્રનગર ગામની સીમમાં ટીંબાવાડી વિસ્તારમાં આવેલ જી.ઈ.બી.ના ટીસીમા શોક લાગતા અજાણ્યા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામની સીમમાં ટીંબાવાડી વિસ્તારમાં જગદીશભાઈ બેચરભાઈ કાવરની વાડીની સામે આવેલ જી.ઈ.બી.ના ટીસીમાં કોઈ કારણોસર ઈલેકટ્રીક શોક લાગતા ૩૦ વર્ષીય અજાણ્યા યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
