મોરબીના મહેન્દ્રનગર પીપરવાડી વિસ્તારમા વૃદ્ધને એક શખ્સે લાકડી વાડે મારવાનો પ્રયાસ કર્યો
મોરબી: મોરબીના મહેન્દ્રનગર પીપરવાડી વિસ્તારમા વૃદ્ધને એક શખ્સે ગાળો આપી ગાડીમાંથી લાકડી કાઢી મારવાનો પ્રયાસ કરી વૃદ્ધને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી બી ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર પીપરવાડી વિસ્તારમા રહેતા લીલાબેન ઈશ્વરભાઈ ચાડમીયા (ઉ.વ.૬૧) એ આરોપી આશીષભાઈ ધીરૂભાઇ વિરડા રહે. મહેન્દ્રનગર પીપરવાડી વિસ્તાર મોરબી -૨ વાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૪-૦૭-૨૦૨૩ ના રોજ રાતના નવેક વાગ્યાના અરસામાં ફરીયાદી શેરીમા બેઠા હોય ત્યારે આરોપી એક સફેદ કલરની ગાડી લઈ આવી શેરીમા ઉભી રાખી ફરીયાદીને કહેલ કે, દસ દિવસ પહેલા હુ ગાડી લઈને નીકળેલ ત્યારે મારી વાતુ કેમ કરતા હતા તેમ કહી ફરીયાદીને ગાળો આપી ગાડીની ડેકીમાંથી લાકડી કાઢી મારવાનો પ્રયાસ કરી ફરીયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર લીલાબેને આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.